News Event

All News

સર્જન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વ. ડી. ડી. રાદડિયા વિદ્યાલય માં તા.૧૧-૦૩-૨૦૧૭ ને શનિવારના રોજ હોળી-ધૂળેટીની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં બાળભવન અને ધો.૧ થી ૪, તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. હોળી-ધુળેટીની ઉજવણી દરમ્યાન શિક્ષકો એ દરેક વિદ્યાર્થીને રંગ લગાવી ઉજવણી કરી હતી. અને વાતાવરણ રંગબેરંગી બની ગયું હતું. જેમાં દરેક વિદ્યાથીઓએ ખૂબ જ આનંદ અનુભવ્યો હતો.

View Details

અમારી  શૈક્ષણિક સંસ્થામાં તા : ૦૪-૦૩-૨૦૧૭ ને શનિવાર નાં રોજ ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં શૈક્ષણિકમાં પ્રાથમિક, મા.વિ. & ઉ.મા. વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર તથા વર્ષ દરમ્યાન યોજાયેલ વિવિધ  સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામો આપી અભિનંદન પાઠવામાં આવ્યા હતાં. અમારા સંચાલકશ્રી રાજેશભાઈ રાદડિયાએ વિદ્યાર્થીઓને સ્પર્ધાનું મહત્વ જીવનમાં સમજાવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમ ખૂબ હર્ષાલ્લાસ અને આનંદ સાથે પૂર્ણ થયો હતો.

View Details
true
Contact Us